દાસજીયા ગોગા મહારાજ આરતી
જય જય જય ગોગાદેવ, જય જય જય ગોગાદેવ,
જય જય જય ગોગાદેવ, જય જય જય ગોગાદેવ,
ઉતારો આરતી દાસજીયા ગોગદેવની … (૨)
જીણા જીણા ચોખલીયાને મોતીડે વધાવ્યા રે,
ઉતારો આરતી દાસજીયા ગોગદેવની … (૨)
જય જય જય ગોગાદેવ … (૪)
દાસજ ગામે ગોગાબાપા, પુષ્પાવતી નદીના કાંઠે,
મંદિર રૂડું શોભે રે, ઉતારો આરતી … (૨)
જય જય જય ગોગાદેવ … (૪) …
ભક્તો આવે, હરખે ગાવે, શ્રીફળ લાવે, દૂધ લાવે,
ધોળી ધજાઓ લાવે રે, ઉતારો આરતી … (૨)
જય જય જય ગોગાદેવ … (૪)
ઘીના રૂડા દીવડા લાવે, સુખડી લાવે, કુલેર લાવે,
શ્રધ્ધા ભાવે આવે રે, ઉતારો આરતી … (૨)
જય જય જય ગોગાદેવ … (૪)
સિધ્ધપુર ગામે પરચો આપ્યો, પરોઢોયોને દોડી આવ્યા
અમર તમે કહેવાણા રે, ઉતારો આરતી … (૨)
જય જય જય ગોગાદેવ … (૪)
ભક્તો તમારી આરતી ગાવે, અજ્ઞાની હું બાળ તમારો,
મોહમાયામાં હું લપાટાણો, ………………………………….
ગોગા પાર ઉતારો રે… ઉતારો આરતી … (૨)
જય જય જય ગોગાદેવ . (૪)